નવેમ્બર 4, 2024 3:26 પી એમ(PM)

printer

કોબડી સર્વેશ્વર ગૌ ધામ ખાતે ગૌગોષ્ઠી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં

ભાવનગરથી 15 કિલોમીટર દૂર આવેલી કોબડી સર્વેશ્વર ગૌ ધામ ખાતે ગૌગોષ્ઠી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતા..
કેન્દ્રિય રાજયમંત્રી નિમુબેન બાંભણીયા, ધારાસભ્ય જીતુ વાઘાણી તેમજ ઉદ્યોગપતિઓની ઉપસ્થિતીમાં આ કાર્યક્રમ યોજાયો હતો… સર્વેશ્વર ગૌ ધામમાં ગૌવંશની સેવા થાય છે.. આ સંસ્થા ખાતે અપંગ, બિમાર અને તરછોડી દેવાયેલી ગાયો અને બળદોને રાખવામાં આવે છે. તમામ પશુઓની સારવાર કરવામાં આવે છે. અહીં પશુ હોસ્પિટલ પણ કાર્યરત છે. રોજના હજારો કબુતરો અને ચકલીઓને ચણ આપવામાં આવે છે. અબોલ ગૌવંશની સેવા કરતી સર્વેશ્વર ગૌધામ ખાતે આજે ઉદ્યોગપતિઓએ લાખો રૂપિયાના દાનની સરવાણીનો ધોધ વહાવ્યો છે.
આ પ્રસંગે મુખ્મયંત્રીએ પણ ઉપસ્થિત રહીને ગૌ સેવાનુ કાર્ય કર્યુ હતું અને ઉપસ્થિત સૌને ગૌ સેવા કરવા માટે મુખ્યમંત્રીએ અનુરોધ કરતાં કોબડી સર્વેશ્વર ગૌ ધામ ખાતે થતી સેવાની પ્રવૃત્તિને બિરદાવી હતી.