કોડીનાર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખનીજ ખનન કરતાં ઈસમો વિરૂદ્ધ કડક હાથ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ૬૦,૩૦૩ મે.ટન ખનીજચોરી કરવા બદલ 3 કરોડથી વધુનો દંડ ફટકારાયો છે.
કોડીનાર તાલુકાના ઘાટવડ ખાતે ખાનગી માલિકીની જમીનમાં એક ઈસમ દ્વારા કોઇ પણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજ ખનન કરવામાં આવતું હતું. આ વિસ્તારની માપણી હાથ ધરતા કુલ-૧૦,૫૯૭ મે.ટન ખનીજ ચોરી કરેલ હોવાનું જણાયું હતું. જેની ખનીજ કિંમત કુલ રકમ ૫૩.૪૦ લાખની દંડની રકમ વસુલવા બાબતે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તે જ રીતે કોડીનારના ઘાટવડ ખાતે ખાનગી માલીકીની જમીનમાં એક આશ્રમમાં કોઇ પણ પ્રકારની મંજુરી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજ ખનન કરવામાં આવતું હતું.
Site Admin | માર્ચ 19, 2025 7:02 પી એમ(PM) | કાર્યવાહી
કોડીનાર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખનીજ ખનન કરતાં ઈસમો વિરૂદ્ધ કડક હાથ કાર્યવાહી કરવામાં આવી
