વિદ્યાર્થીઓને ક્યારેય પણ કોઈ કામ પ્રત્યે ભય, લજ્જા કે પછી શંકાનો ભાવ દેખાતો હોય તો એ કામ ન કરવું જોઈએ તેવી શીખ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આપી છે.અમદાવાદમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત અદાણી વિદ્યામંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા જણાવ્યું કે, જે બાળકો નાની ઉંમરથી જ પરિશ્રમને પ્રાધાન્ય આપે છે એ જરૂરથી પોતાના જીવનકાળમાં સફળ થાય છે. એવા અનેક મહાપુરુષોના ઉદાહરણો છે, જેઓને આજે દેશ જ નહીં પણ સમગ્ર દુનિયા યાદ કરે છે.અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ.પ્રીતિ અદાણી, અદાણી ફાઉન્ડેશન તેમજ અદાણી સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટરના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વસંત ગઢવીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીકાળમાં શારીરીક સ્વાસ્થય મજબૂત રહે તે માટે યોગ, પ્રાણાયમ કરવા પર ભાર મુકી જંકફૂડથી દૂર રહી ઘરનું બનાવેલ સાત્વિક ભોજન લેવાનો આગ્રહ રાખવો જોઈએ તેમજ વ્યસનથી દૂર રહેવા પણ રાજ્યપાલે શીખામણ આપી હતી.
Site Admin | સપ્ટેમ્બર 30, 2025 10:12 એ એમ (AM)
કોઈ કામ પ્રત્યે ભય, લજ્જા કે પછી શંકાનો ભાવ દેખાતો હોય તેવું કાર્ય ન કરવાની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને શીખ આપી
