કોંગ્રેસ નેતા શશિ થરૂરે સ્વીકાર્યું કે, રશિયા-યુક્રેન યુદ્ધ પર ભારતના વલણનો વિરોધ કરવો એ તેમની ભૂલ હતી. ગઈકાલે નવી દિલ્હીમાં રાયસીના સંવાદમાં, તેમણે કહ્યું, 2022 માં ભારતની તટસ્થ સ્થિતિની ટીકા કરવા બદલ તેમને દુઃખ છે. શ્રી થરૂરે યુક્રેન પર રશિયાના આક્રમણ પર ભારતના વલણની ટીકા કરી હતી. કોંગ્રેસના સાંસદે કહ્યું કે, દેશમાં ખરેખર એક એવા પ્રધાનમંત્રી છે, જે બે અઠવાડિયાના ગાળામાં યુક્રેન અને રશિયા બંનેના રાષ્ટ્રપ્રમુખઓને ગળે લગાવી શકે છે અને બંને જગ્યાએ સ્વીકાર્ય બને છે.
તેમણે સૂચન કર્યું કે, જો રશિયા અને યુક્રેન યુદ્ધવિરામ માટે સંમત થાય તો ભારત શાંતિ રક્ષકો મોકલવાનું વિચારી શકે છે. રશિયાએ નાટો દેશોના યુરોપિયન શાંતિ રક્ષકોને નકારી કાઢ્યા છે, જેના કારણે ભારત એક સંભવિત વિકલ્પ બની ગયું છે.
Site Admin | માર્ચ 19, 2025 2:49 પી એમ(PM)
કોંગ્રેસ નેતા શશિ થરૂરે રશિયા-યુક્રેન યુદ્ધ પર ભારતના વલણનો વિરોધ કરવો એ તેમની ભૂલ હતી તેમ સ્વીકાર્યું
