અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના ઇવેન્ટ સેન્ટર ખાતે આજે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓની ઉપસ્થિતિમાં યોજાનારા આ અધિવેશનમાં ગુજરાતની અને દેશની વર્તમાન રાજકીય સ્થિતિ તેમજ કોંગ્રેસને મજબૂત બનાવવા જેવા મુદ્દાઓ ઉપર ચર્ચા હાથ ધરાશે.જ્યારે ગઇકાલે શાહિબાગ સ્થિત સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે કોંગ્રેસ કાર્યકારીણી સમિતિની વિસ્તૃત બેઠક યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના પનુર્ગઠન અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ સરદાર પટેલ અંગેનો એક વિશેષ ઠરાવ પસાર કરાયો હતો. આ બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતના ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Site Admin | એપ્રિલ 9, 2025 9:26 એ એમ (AM)
કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આજે અમદાવાદ ખાતે યોજાશે