ડિસેમ્બર 15, 2025 2:35 પી એમ(PM)

printer

કોંગ્રેસની રેલીમાં પ્રધાનમંત્રી નરેદ્ર મોદી સામે કરવામાં આવેલા ઉચ્ચારણોના મામલે સંસદના બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત..

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસ નેતૃત્વ પાસેથી માફી માંગવાની માંગણી કરતા NDA સાંસદોના વિરોધ બાદ લોકસભા અને રાજ્યસભા બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. લોકસભા દિવસભર માટે મળી ત્યારે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ ગૃહમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો, ગઈકાલે નવી દિલ્હીમાં કોંગ્રેસની રેલીમાં પ્રધાનમંત્રી વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીઓની નિંદા કરી હતી. શ્રી રિજિજુએ કહ્યું હતું કે, આવી ટિપ્પણીઓ આ દેશ માટે અસ્વીકાર્ય છે. તેમણે આને શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું.
જેમ જેમ હોબાળો ચાલુ રહ્યો, સ્પીકર ઓમ બિરલાએ ગૃહને બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધું. અગાઉ, ગૃહે ભૂતપૂર્વ સભ્યો સુભાષ આહુજા, પ્રો. સલાહુદ્દીન અને બાલ કૃષ્ણ ચૌહાને શ્રદ્ધાંજલિ આપી અને દિવંગત આત્માઓની યાદમાં મૌન પાળ્યું.
રાજ્યસભામાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા. જ્યારે ગૃહ દિવસભર માટે મળ્યુ, ત્યારે ગૃહના નેતા જેપી નડ્ડાએ રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી પાસેથી માફી માંગવાની પણ માંગ કરી હતી. તેમણે કહ્યું કે, આવી ટિપ્પણીઓ કોંગ્રેસ પાર્ટીની વિચારસરણી અને માનસિકતા દર્શાવે છે.
હંગામો ચાલુ રહેતાં, ઉપાધ્યક્ષ હરિવંશે ગૃહને બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધું