ફેબ્રુવારી 10, 2025 2:12 પી એમ(PM)

printer

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ આજે રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન દેશમાં ખાદ્ય સુરક્ષા કાયદાના વધુ અસરકારક અમલીકરણનો મુદ્દો ઉઠાવ્યો હતો

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ આજે રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન દેશમાં ખાદ્ય સુરક્ષા કાયદાના વધુ અસરકારક અમલીકરણનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે દાવો કર્યો કે, દેશવ્યાપી વસ્તી ગણતરીમાં વિલંબ થવાને કારણે લગભગ 14 કરોડ પાત્ર લોકો ખાદ્ય સુરક્ષા લાભ મેળવવાથી વંચિત રહ્યા છે. તેમણે શક્ય તેટલી વહેલી તકે નવી વસ્તી ગણતરી કરાવવાની માંગ કરી. તેમણે એમ પણ કહ્યું કે, ખાદ્ય સુરક્ષા એ કોઈ વિશેષાધિકાર નથી પરંતુ મૂળભૂત અધિકાર છે.