ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 3, 2024 8:05 પી એમ(PM) | કોંગ્રેસ

printer

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આવતી કાલે રામબન અને અનંતનાગ જિલ્લામાં પોતાનાં પક્ષનાં ઉમેદવારોનાં સમર્થનમાં જાહેર સભાઓ સંબોધીને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર શરૂ કરશે

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આવતી કાલે રામબન અને અનંતનાગ જિલ્લામાં પોતાનાં પક્ષનાં ઉમેદવારોનાં સમર્થનમાં જાહેર સભાઓ સંબોધીને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર શરૂ કરશે. 18 સપ્ટેમ્બરે પ્રથમ તબક્કાની ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવારોનાં પ્રચાર માટે આ સભાઓ યોજવામાં આવી છે. શ્રી ગાંધી આવતી કાલે સવારે દિલ્હીથી જમ્મુ આવશે. તેઓ રામબન જિલ્લાના ગુલ વિસ્તારમાં સભા સંબોધશે અને JKPCC ના ભૂતપુર્વ વડા વિકાર રસુલ વાની માટે પ્રચાર કરશે. આ ઉપરાંત તેઓ અનંતનાગ જિલ્લાન4 દોરુ વિસ્તારમાં બીજી સભા સંબોધશે અને કોંગ્રેસના મહામંત્રી ગુલામ અહેમદ મીરનો પ્રચાર કરશે.
રાજ્યની વિધાનસભા ચૂંટણીનાં સ્ટાર પ્રચારકોમાં રાહુલ ગાંધી ઉપરાંત મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીનો સમાવેશ થાય છે.