કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શિવરાજ પાટીલનું આજે નિધન થયું છે. તેઓ 91 વર્ષના હતા. શ્રી પાટીલ લાંબા સમયથી બીમાર હતા. તેમણે લોકસભાના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. શ્રી પાટીલ લાતુર લોકસભા બેઠક સાત વખત જીત્યા હતા.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત મહાનુભાવોએ શ્રી પાટિલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમના લાંબા જાહેર જીવનમાં શ્રી પાટીલે લોકસભા અધ્યક્ષ, કેન્દ્રીય મંત્રી, રાજ્યપાલ અને લાંબા સમય સુધી સંસદ સભ્ય સહિત અનેક મહત્વપૂર્ણ પદો સંભાળ્યા હતા.
પ્રધાનમંત્રીએ કહ્યું કે શ્રી પાટીલ એક અનુભવી નેતા હતા અને સમાજના કલ્યાણમાં યોગદાન આપવા માટે ઉત્સાહી હતા.
શિવરાજ પાટિલના અંતિમ સંસ્કાર આવતીકાલે સવારે 11 વાગ્યે લાતુર નજીક કરવામાં આવશે.
Site Admin | ડિસેમ્બર 12, 2025 2:10 પી એમ(PM)
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શિવરાજ પાટીલનું નિધન.