કૉર્પોરેટ બાબતોના મંત્રાલયે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના માટે બીજા ઑપન હાઉસનું આયોજન કર્યું છે, જેથી યોજનાની પાત્રતા ધરાવતા ઉમેદવારોને સામેલ કરી શકાય. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, આ પહેલ આવેદન દરમિયાન ઉમેદવારોના પ્રશ્નો અને ચિંતાઓને દૂર કરવા મંત્રાલયની પ્રતિબદ્ધતાનો એક ભાગ છે. મંત્રાલય દર અઠવાડિયે આ ઑપન હાઉસ યોજવાનું પણ આયોજન કરી રહ્યું છે, જેનાથી ઉમેદવારોને અનેક સવાલોનો ઝડપથી જવાબ મળી શકે.
Site Admin | માર્ચ 20, 2025 2:38 પી એમ(PM)
કૉર્પોરેટ બાબતોના મંત્રાલયે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના માટે બીજા ઑપન હાઉસનું આયોજન કર્યું
