મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે આયોજિત GCCIના વાર્ષિક સ્નેહમિલનમાં જણાવ્યું કે, કૉમનવેલ્થ ગેમ્સ-2030ની યજમાની અમદાવાદ અને ગુજરાત માટે વિકાસના નવા દ્વાર ખોલશે. આગામી 25 વર્ષમાં GCCI રાજ્યના વિકાસને આગળ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે, ગુજરાત વેપાર અને ઉદ્યોગમાં રાષ્ટ્રનું નેતૃત્વ કરવા માટે પ્રતિબદ્ધ છે, અને પ્રધાનમંત્રીના “વિકસિત ભારત @2047″ના વિઝનને સાકાર કરવામાં ગુજરાત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, જેમાં રાજ્ય ચિપ્સના ઉત્પાદનથી લઈને જહાજો (શિપ્સ) સુધી નવી ઊંચાઈઓ સર કરશે.મુખ્યમંત્રીએ વિકસિત ભારતના નિર્માણમાં GCCI સહિત વેપાર ઉદ્યોગોના યોગદાનને મહત્ત્વનું ગણાવતા વિકસિત ભારતના નિર્માણ માટે રાષ્ટ્રને મજબૂત બનાવવા સ્વદેશીનો મંત્ર અપનાવીને સૌને પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે GCCI એન્યુલ ટ્રેડ એક્સ્પોની બીજી આવૃત્તિ GATE-2026ના લૉગોનું અનાવરણ કરાયું હતું.
Site Admin | નવેમ્બર 30, 2025 9:18 એ એમ (AM)
કૉમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદ અને ગુજરાત માટે વિકાસના નવા દ્વાર ખોલશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ