કૉંગ્રેસના સાંસદ અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતના મોડાસાની મુલાકાતે આવશે.દરમિયાન તેઓ પક્ષના સંગઠન સર્જન અભિયાનનો આરંભ કરાવશે. મળતી માહિતી મુજબ, શ્રી ગાંધી મોડાસા બાયપાસ માર્ગ પર આવેલા B.A.P.S. સ્વામિનારાયણ મંદિર સભાખંડ ખાતે આજે સવારે જિલ્લાના એક હજાર 200 બૂથ કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરશે. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કાર્યક્રમને લઈ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.ગુજરાતમાં કૉંગ્રેસના સંગઠનને મજબૂત કરવા શ્રી ગાંધી ગઈકાલથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેમણે ગઈકાલે 40 જેટલા જિલ્લા નિરીક્ષક સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત દરેક જિલ્લામાં કૉંગ્રેસનું વ્યવસ્થિત કાર્યાલય બનાવવા પર પણ ચર્ચા કરી હતી.
Site Admin | એપ્રિલ 16, 2025 9:22 એ એમ (AM)
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતનાં અરવલ્લીથી સંગઠન સર્જન અભિયાનનો આરંભ કરાવશે
