ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 8, 2024 2:31 પી એમ(PM) | રાહુલ ગાંધી

printer

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આજે ઝારંખડના લોહારડાગા અને સિમેગામાં ઇન્ડી ગઠબંધનના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરશે

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આજે ઝારંખડના લોહારડાગા અને સિમેગામાં ઇન્ડી ગઠબંધનના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરશે. તો ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ જમશેદપુર અને સરાઈકાલે ખારસાવનમાં એનડીએના ઉમેદવારો માટે પ્રચાર મેદાનમાં ઉતરશે.
ભાજપના ઝારખંડ વિધાનસભા ચૂંટણી પ્રભારી શિવરાજસિંહ ચૌહાણ મનોહરપુર તેમજ જગન્નાથપુરમાં ચૂંટણી સભા સંબોધશે. તો ઝારખંડ મુક્તિ મોર્ચાના વરિષ્ઠ નેતા અને મુખ્ય પ્રધાન હેમંત સોરેન રાજ્યભરમાં વિવિધ ચૂંટણી સભાઓ કરવાના છે. આ ઉપરાંત અન્ય પક્ષોના નેતાઓ પણ આજે પ્રચારમાં જોડાશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યની 81 બેઠકો માટે 13 નવેમ્બર અને 20 નવેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન થશે. જ્યારે 23 નવેમ્બરના રોજ મતગણતરી યોજાશે.