વડોદરાના ત્રણ પાવરલિફ્ટિંગના ખેલાડીએ કેરળના કોઝીકોડમાં રમાયેલી નૅશનલ માસ્ટર્સ ક્લાસિક ઍન્ડ ઇક્વિપ્ડ પાવરલિફ્ટીંગ ચૅમ્પિયનશિપમાં 11 ચંદ્રક જીત્યા છે. સ્પર્ધામાં દેશભરમાંથી 600થી વધુ ખેલાડીએ ભાગ લીધો હતો. તમામ ખેલાડીઓને મ્હાત આપી વડોદરાના ખેલાડીઓએ પાંચ સુવર્ણ, 2 રજત અને ચાર કાંસ્ય ચંદ્રક મેળવ્યા છે.
Site Admin | ઓગસ્ટ 18, 2025 7:05 પી એમ(PM)
કેરળમાં રમાયેલી રાષ્ટ્રીય પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં વડોદરાના ત્રણ ખેલાડીએ 11 ચંદ્રક જીત્યા
