ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

કેરળમાં અનરાધાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ

સમગ્ર કેરળમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ ગઇ છે.. રાજ્યના ઉત્તરીય ભાગોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.. આકાશવાણીના તિરુવનંથપુરમના સંવાદદાતા મયુષાના જણાવ્યા અનુસાર મલપ્પુરમ, કન્નુર અને કાસરગોડ જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ જાહેર કરાયુ છે. જ્યારે એર્નાકુલમ, થ્રિસુર, પલક્કડ, કોઝિકોડઅને વાયનાડ જિલ્લાઓ ઓરેન્જ એલર્ટ તથા પહાડી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઇ એલર્ટ અપાયું છે
ઘણા સ્થળોએ વાહનવ્યવહાર અને વીજ પુરવઠાની વ્યવસ્થા ખોરવાઇ છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને, અધિકારીઓએ આજે વરસાદગ્રસ્ત જિલ્લામાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ માટે રજા જાહેર કરી છે. પ્રવાસન સ્થળોએ રેડ એલર્ટ જાહેર કરીનેત્યાં પ્રતિબંધો લાદી દેવાયા છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદની આગાહી કરી છે. દરિયો તોફાની બન્યો હોવાથી કેરળ, કર્ણાટક લક્ષદ્વીપના દરિયાકાંઠે માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે.