ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 31, 2024 2:22 પી એમ(PM) | વાયનાડ

printer

કેરળના વાયનાડમાં ભૂસ્ખલન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 157 થયોઃ 100 લોકો ગુમ

કેરળના વાયનાડમાં થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 157 થયો છે, જ્યારે વિવિધ હોસ્પિટલમાં 186 જેટલા લોકો સારવાર લઈ રહ્યા છે. અને લગભગ 100 લોકો ગુમ હોવાના અહેવાલ છે, આ સંખ્યા વધવાની પણ શક્યતા છે. બચાવ કાર્યકર્તાઓએ વાયનાડના મુંડક્કાઈમાંથી વધુ મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને કાટમાળ નીચે વધુ મૃતદેહો દટાયેલા હોવાની શકયતા છે. મલપ્પુરમ જિલ્લામાં ચાલિયાર નદીમાંથી ગઈકાલે ભૂસ્ખલનમાં તણાઇ ગયેલા વધુ મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે.