કેરળના કાસરગોડમાં આવેલા ફટાકડા દુર્ઘટના દરમિયાન 150 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા તે ઘટનાની તપાસ માટે રાજ્ય સરકારે વિશેષ તપાસ દળ – SITની રચના કરી છે. નીલેશ્વરમ્ નજીક આવેલા વિરરકવુ મંદિરમાં એક કાર્યક્રમ દરમિયાન સોમવારે મધરાત્રે મંદિર નજીક આવેલા ફટાકડાની દુકાનમાં વિસ્ફોટ થતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.
જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે આ સમગ્ર ઘટનાની અલગથી તપાસ કર્યા બાદ અહેવાલ સોંપવા આદેશ આપ્યો છે. જ્યારે પોલીસે જણાવ્યું કે, આ વિસ્ફોટનું કારણ જાણવા માટેની તપાસ હજી ચાલી રહી છે. જ્યારે ઘટના અંગે મંદિરના સત્તીધીશો સામે કેસ નોંધવામાં આવ્યો છે.
Site Admin | ઓક્ટોબર 30, 2024 2:24 પી એમ(PM)
કેરળના કાસરગોડમાં સર્જાયેલી ફટાકડા દુર્ઘટનાની તપાસ માટે વિશેષ તપાસ દળની રચના
