નવેમ્બર 12, 2024 6:32 પી એમ(PM)

printer

કેરળના કન્નુર જિલ્લામાં આફ્રિકન સ્વાઈન ફીવરના કેસ બહાર આવતા તંત્ર સાવચેત થયું

કેરળમાં, કન્નુર જિલ્લામાં આફ્રિકન સ્વાઈન ફીવરના કેસ બહાર આવતા તંત્ર સાવચેત થઇ ગયું છે. એક ખાનગી ફાર્મમાં આ કેસની જાણ થયા બાદ નેલ્લીયોડીમાં ત્રણ ખેતરોમાં ડુક્કરને મારવાનો આદેશ આપ્યો છે. ખેતરની આસપાસના એક કિલોમીટરના વિસ્તારને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે ખેતરની આસપાસના 10 કિલોમીટરના વિસ્તારને સર્વેલન્સ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારમાં સ્વાઈન માંસના વેચાણપર પણ ત્રણ મહિના માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.