કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાએ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં અંદાજે એક કરોડ 30 લાખથી વધુ રકમના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું. ભાણવડ તાલુકાના ઢેબર, રાણપર, રેટા કાલાવડ તથા સઈ દેવળિયા ખાતે નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે શ્રી બેરાએ કહ્યું કે, ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કાર્ય કરી રહી છે.રાજ્ય સરકાર દ્વારા આરોગ્યની સેવાઓ સુદ્રઢ બનાવવામાં આવી રહી છે સાથે સાથે આંતરમાળખું પણ આધુનિક કક્ષાનું બનાવવામાં આવી રહ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે, અયોગ્ય આહાર શૈલીને પરિણામે નાગરિકોમાં રોગો તથા મેદસ્વિતાનું પ્રમાણ વધ્યું છે. ત્યારે રાજ્ય સરકારે નાગરિકોના આરોગ્યની ચિંતા કરીને મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન શરૂ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, લોકાર્પણ કરવામાં આવેલા આયુષ્માન આરોગ્ય મંદિરમાં 12 પ્રકારની સેવાઓ ઉપલબ્ધ થશે. જેમાં સગર્ભા, ધાત્રી માતાની તપાસ, બાળકો અને માતાનું રસીકરણ, કિશોર કિશોરીની સેવાઓ, વૃદ્ધ લોકોની સેવાઓ, આંખ, કાન, નાક ,ગળું સહિતની સારવાર આ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે ઉપલબ્ધ થશે.
Site Admin | જુલાઇ 13, 2025 2:58 પી એમ(PM)
કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાએ દેવભૂમિ દ્વારકા ખાતે અંદાજે એક કરોડ 30 લાખથી વધુ રકમના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું.