એપ્રિલ 5, 2025 6:41 પી એમ(PM)

printer

કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતનાં હસ્તે કાકોશી ખાતે પગાર કેન્દ્ર શાળાના નવીન મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું

કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતનાં હસ્તે આજે સિદ્ધપુર તાલુકાનાકાકોશી ગામે કાકોશી પગાર કેન્દ્ર શાળાના નવીન મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું.વર્ષ ૧૯૫૬માં શરૂ થયેલી આ શાળાના નવીન મકાનમાં વિદ્યાર્થીઓ માટે નવાઓરડાઓ, કમ્પ્યૂટર લેબ,સહિતની ભૌતિક સુવિધાઓ ઉભી કરાઈ છે.  રૂપિયા એક કરોડ સાઈઠ લાખના ખર્ચે નવનિર્મિત શાળાનું લોકાર્પણ કરતાશ્રી રાજપૂતે જણાવ્યું કે રાજ્ય સરકારે બજેટમાં 60 હજાર કરોડ રૂપિયાની માતબરફાળવણી કરીને શિક્ષણને વધુ મહત્વ આપ્યું છે.