ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, ગુજરાત પોલીસે કેફી પદાર્થ પર નિયંત્રણ મેળવવામાં ગુજરાતને ત્રણ વર્ષમાં અન્ય રાજ્યો કરતાં વિશેષ સફળતા મળી છે.ગઇકાલે ભરૂચના દહેજ ખાતે ગુજરાત માદક પદાર્થ વિરોધી કાર્યદળ-ANTFનો પ્રારંભ કરાવતા શ્રી સંઘવીએ રાજ્ય સરકાર માદક પદાર્થના કારોબારીઓને કડક ચેતવણી આપતા ‘નશા-મુક્ત ગુજરાત’ના નિર્માણ માટેના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો.આ પ્રસંગે 381 કરોડ રૂપિયાના માદકપદાર્થના જથ્થાનો નાશ કરાયો હતો. દરમિયાન રાજ્ય સરકારની ‘રીવોર્ડ પોલીસી’ હેઠળ, માદક પદાર્થ સામે ઉત્કૃષ્ટ કામગીરી બદલ 4 જિલ્લાના 92 પોલીસ જવાનોને 29 લાખ 67 હજાર રૂપિયાની ઇનામની રકમ અર્પણ કરી તેમનું સન્માન કરાયું.
Site Admin | ઓક્ટોબર 4, 2025 10:23 એ એમ (AM)
કેફી પદાર્થ પર નિયંત્રણ મેળવવામાં ગુજરાત અન્ય રાજ્યો કરતાં આગળ-ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી
