ઓક્ટોબર 5, 2025 9:40 એ એમ (AM)

printer

કેપ્ટન શુભાંશુ શુક્લાએ નવી દિલ્હીમાં શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ સંજય કુમાર સાથે મુલાકાત કરી

આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ ગઈકાલે નવી દિલ્હીમાં શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ સંજય કુમાર સાથે મુલાકાત કરી.એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શિક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ બેઠકમાં વિકાસિત ભારત બિલ્ડાથોન 2025 પર ચર્ચા થઈ હતી, જે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક સ્વભાવ, સર્જનાત્મકતા અને નવીનતાને પ્રોત્સાહન આપવા અને વિકસિત ભારત તરફની યાત્રામાં યોગદાન આપવા માટે તેમને સશક્ત બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્ન સાથે સુસંગત છે. શ્રી શુક્લાને વિકાસિત ભારત બિલ્ડાથોન 2025ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.