જાન્યુઆરી 23, 2026 9:29 એ એમ (AM)

printer

કેન્યા ખાતે આયોજિત ભારત-કેન્યા સરક્ષણ પ્રદર્શન – સેમિનારમાં 21 ભારતીય સંરક્ષણ ઉત્પાદન કંપનીઓએ ભાગ લીધો

સંરક્ષણ ઉત્પાદન સચિવ સંજીવ કુમારે કેન્યાના સંરક્ષણ દળોને ભારતીય સંરક્ષણ કંપનીઓ સાથે સહયોગ માટે તકો શોધવા અનુરોધ કર્યો છે. તમણે કેન્યાની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન નૈરોબીમાં ત્રીજા ભારત-કેન્યા સંરક્ષણ પ્રદર્શન અને સેમિનારમાં ભારતના સંરક્ષણ ઔદ્યોગિક ઇકોસિસ્ટમની મજબૂત ક્ષમતાઓ પર પ્રકાશ પાડ્યો. શ્રી કુમારે બંને દેશો વચ્ચે લાંબા ગાળાના સંબંધોને મજબૂત બનાવવા માટે પરસ્પર સહયોગ માટે હાકલ કરી. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે ત્રીજા ભારત-કેન્યા સંરક્ષણ પ્રદર્શનમાં એકવીસ ભારતીય સંરક્ષણ કંપનીઓએ જહાજ નિર્માણ, સશસ્ત્ર વાહનો, યુએવી, મિસાઇલ સિસ્ટમ્સ, શસ્ત્રો, દારૂગોળો, સાયબર સુરક્ષા અને સુરક્ષા પ્રણાલીઓ સહિતના વિશિષ્ટ ઉત્પાદનોનું પ્રદર્શન કર્યું હતું.