કેન્દ્ર સરકાર વિદ્યાર્થીઓ દ્વારા અદ્યતન ટેક્નોલોજી ક્ષેત્રે શરૂ કરાતા નવા સ્ટાર્ટઅપના વિકાસ માટે સંપૂર્ણ સહકાર આપશે. કેન્દ્રીય માહિતી અને ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે અદ્યતન ટેક્નોલોજીની મદદથી પ્રોટોટાઇપના વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા વિદ્યાર્થીઓને સૂચન કર્યું હતું. તમિલનાડુના થૈયુર ખાતે આઇઆઇટીના વિદ્યાર્થીઓ દ્વારા હાયરલૂપ ટ્રેન પ્રોજેક્ટ અંગે રજૂ કરાયેલા
પ્રેઝન્ટેશન બાદ તેમની સાથે સંવાદ કરતાં આ મુજબ જણાવ્યું હતું.
શ્રી વૈષ્ણવે શ્રીપેરમ્બુદુર ખાતે ઝેટવર્ક ઇલેક્ટ્રોનિક્સના નવા સંકુલનું ઉદ્દઘાટન કર્યું હતું. અને કહ્યું હતું કે ભારતે વિજાણુ ક્ષેત્રની નિકાસમાં વિશ્વમાં બીજું સ્થાન મેળવ્યું છે.
આ પ્રસંગે તેમણે એક હજાર 112 કરોડ રૂપિયાના મૂડીરોકાણ સાથે શ્રીપેરમ્બુદુર ખાતે બે નવા વિજાણુ ઉદ્યોગો સ્થાપવાની જાહેરાત કરી હતી.
ત્યારબાદ ચેન્નાઇ વિમાનમથકે પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી વૈષ્ણવે તમિલનાડુમાં મૂડીરોકાણો વધારવા કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા પગલાંની વિગતો
આપી હતી.
તેમણે કહ્યું કે અમૃત યોજના હેઠળ તમિલનાડુમાં 77 રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ કરાશે.