સપ્ટેમ્બર 18, 2025 1:51 પી એમ(PM)

printer

કેન્દ્ર સરકાર રાજ્યોમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ, ITI ને AI-સંચાલિત તાલીમ કેન્દ્રોને આધુનિક કરવા માટે ભંડોળ ફાળવશે

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે રાજ્યોમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ, ITI ને AI-સંચાલિત તાલીમ કેન્દ્રોમાં આધુનિક કરવા માટે કેન્દ્ર સરકાર જરૂરી સંપૂર્ણ ભંડોળ પૂરું પાડશે.
નવી દિલ્હીમાં ઇન્ડિયન ફાઉન્ડેશન ફોર ક્વોલિટી મેનેજમેન્ટના વાર્ષિક પરિસંવાદને સંબોધતા, શ્રીમતી સીતારમણે કહ્યું કે ઉદ્યોગની બદલાતી જરૂરિયાતને પહોંચી વળવા માટે ITI ને અત્યાધુનિક કરવામાં આવી રહી છે. મંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા બે થી ત્રણ વાર્ષિક બજેટમાં, સરકારે માનવશક્તિના કૌશલ્યને બળ પૂરુ પાડવા માટે જોગવાઈઓ કરી છે.
તેમણે કહ્યું કે સરકાર એ પણ સુનિશ્ચિત કરી રહી છે કે યુવાનોને ચોક્કસ પ્રોત્સાહનો સાથે તાલીમ આપવામાં આવે. મંત્રીએ ઉદ્યોગને દેશના યુવાનોને કૌશલ્યવર્ધી બનાવવા માટે સરકાર સાથે ભાગીદારી કરવા વિનંતી કરી.
શ્રીમતી સીતારમણે ભાર મૂક્યો કે સરકારે AI-સંબંધિત સંશોધન અને વિકાસ અને તાલીમ માટે શ્રેષ્ઠતા સંસ્થાઓ સ્થાપવા માટે IIT જેવી શ્રેષ્ઠતા સંસ્થાઓની ઓળખ કરી છે. તેમણે કહ્યું કે કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને શહેરી જીવન પર ધ્યાન કેન્દ્રિત કરીને અલગ ચાર અલગ અલગ ક્ષેત્રોમાં તાલીમ અપાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.