માર્ચ 23, 2025 7:03 પી એમ(PM)

printer

કેન્દ્ર સરકાર રાજ્યમાંથી બે લાખ મેટ્રિક ટન ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરશે

કેન્દ્ર સરકાર ગુજરાતમાંથી બે લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી ટેકાના ભાવે કરશે. આ જાહેરાત ખાદ્ય અને જાહેર વિતરણ વ્યવસ્થાના રાજ્યકક્ષાના મંત્રી નિમુબેન બાંભણિયાએ રાજકોટના પડધરીમાં ઘઉં ખરીદ કેન્દ્રની મુલાકાત દરમ્યાન કરી હતી. આ સાથે તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે ટેકાના ભાવે ઘઉં ખરીદીની મુદત વધારીને 5 એપ્રિલ કરી છે. દેશમાં કુલ 38 લાખ મેટ્રિક ટન ઘઉંનું ઉત્પાદન થયું છે. જેમાંથી 12 લાખ મેટ્રિક ટન ઘઉંનો રાશન માટે ઉપયોગ થશે. જેમાંથી કેન્દ્ર સરકાર બે લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી ટેકાના ભાવે ગુજરાતમાંથી કરશે. સરકાર પણ સફાઈ કરેલા ઘઉં ખરીદી રહી છે ત્યારે ઘઉંની સફાઈ માટે પડધરી ઘઉં ખરીદ કેન્દ્ર ખાતે બે મશીન મૂકવામાં આવશે. ઘઉં ખરીદ્યા બાદ ૪૮ કલાકમાં ખેડૂતોના ખાતામાં પૈસા જમા થઈ જશે, તેવી વ્યવસ્થા કાર્યરત કરવામાં આવી છે.