ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 13, 2024 7:56 પી એમ(PM)

printer

કેન્દ્ર સરકાર દ્વારા સતત પ્રયાસોનાં પરિણામે વર્ષ 2014થી પાકિસ્તાનની જેલમાં બંધ બે હજાર 639 ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા

કેન્દ્ર સરકાર દ્વારા સતત પ્રયાસોનાં પરિણામે વર્ષ 2014થી પાકિસ્તાનની જેલમાં બંધ બે હજાર 639 ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. વિદેશ મંત્રી ડૉ. સુબ્રહ્મણ્યમ જયશંકરે આજે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન આ માહિતી આપી હતી. વર્ષ 2008માં ભારત-પાકિસ્તાન વચ્ચેના કરાર અનુસાર દર વર્ષે પહેલી જાન્યુઆરી અને પહેલી જુલાઇએ બંને દેશો અન્ય લોકોની જેલોમાં બંધ નાગરિક કેદીઓ અને યાદીની આપ-લે કરે છે. આ વર્ષે પહેલી જુલાઈએ પરસ્પર અપાયેલી યાદીઓ અનુસાર, પાકિસ્તાને દમણ અને દીવના 24 માછીમારો સહિત 211 ભારતીયોની કસ્ટડી સ્વીકારી છે. પાકિસ્તાનની જેલમાં બંધ આ 211 માછીમારોની મુક્તિનું પણ પાકિસ્તાનને કહેવાયું છે.