જાન્યુઆરી 7, 2026 9:21 એ એમ (AM)

printer

કેન્દ્ર સરકાર દ્વારા સંરક્ષિત ૧૭૦થી વધુ સ્મારકો અને સંગ્રહાલયોની ટિકિટ હવે ઓનલાઈન ખરીદી શકાશે

કેન્દ્ર સરકાર દ્વારા સંરક્ષિત ૧૭૦થી વધુ સ્મારકો અને સંગ્રહાલયોની ટિકિટ હવે ઓનલાઈન ખરીદી શકાશે.ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે આ હેતુ માટે ડિજિટલ કોમર્સ માટે ઓપન નેટવર્ક શરૂ કર્યું છે. સંસ્કૃતિ મંત્રાલયે જણાવ્યું કે ઓનલાઈન ટિકિટિંગ સિસ્ટમ પ્રવાસીઓને વિવિધ એપ્લિકેશનો દ્વારા ટિકિટ બુક કરવામાં સુવિધા મળશે અને લાંબી કતારોમાંથી મુક્તિ આપશે.ઓનલાઈન ટિકિટ પર ભારતીયો માટે પાંચ રૂપિયા અને વિદેશી નાગરિકો માટે 50 રૂપિયાનું હાલનું ડિસ્કાઉન્ટ ચાલુ રહેશે.