નવેમ્બર 6, 2024 7:46 પી એમ(PM)

printer

કેન્દ્ર સરકાર અને એશિયન વિકાસ બેન્કે આજે ઉત્તરાખંડમાં પાણી પૂરવઠા, સ્વચ્છતા અને શહેરી સેવાઓને વધુ સારી બનાવવામાંસહાય માટે 20 લાખ ડૉલરના ધિરાણના કરાર પર હસ્તાક્ષર કર્યા

કેન્દ્ર સરકાર અને એશિયન વિકાસ બેન્કે આજે ઉત્તરાખંડમાં પાણી પૂરવઠા, સ્વચ્છતા અને શહેરી સેવાઓને વધુ સારી બનાવવામાંસહાય માટે 20 લાખ ડૉલરના ધિરાણના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસંગે આર્થિક બાબતોનાવિભાગનાં સંયુક્ત સચિવ જૂહી મુખરજીએ કહ્યું કે, ‘આ પ્રૉજેક્ટકેન્દ્ર સરકારના શહેરી વિકાસના મુસદ્દાની સાથે સાથે ઉત્તરાખંડ સરકારની શહેરીસેવાઓને પ્રોત્સાહન આપવાની પહેલના ભાગરૂપે છે.’
આ પ્રૉજેક્ટનો ઉદ્દેશ શહેરોમાં જનજીવનને વધુસારું બનાવવા અને સ્થિરતાને પ્રોત્સાહન આપવાનો છે. બેન્કમાં ભારત નિવાસી અભિયાનનાનિદેશક મિયો ઑકાએ કહ્યું કે, આ પ્રૉજેક્ટનો ઉદ્દેશ શહેરી માળખું બનાવવાનો છે. આમાળખું આબોહવા અને પર્યાવરણીય જોખમો પ્રત્યે પરિવર્તનશીલ છે. આનાથી લોકોની સુરક્ષાઅને આરોગ્ય સુનિશ્ચિત થઈ શકશે. તેમજ આ પ્રૉજેક્ટ હલ્દવાનીમાં પરિવહન, શહેરીગતિશીલતા, પૂર વ્યવસ્થાપન અને દરેક જાહેર સેવાઓને વધારશે. આનાથી ઉત્તરાખંડના ચાર શહેરના પાણી પૂરવઠામાં પરિવર્તનઆવશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.