કેન્દ્ર સરકાર અને એશિયન ડેવલપમેન્ટ બેંક-એડીબીએ 35 કરોડ ડોલરના વ્યૂહાત્મક લોન કરારપર હસ્તાક્ષર કર્યા છે. આ લોન મલ્ટિ મોડલ અને ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમને મજબૂત કરવાના અન્ય
પ્રોગ્રામનો એક ભાગ છે. આ કાર્યક્રમ દ્વારા સરકાર દેશના લોજિસ્ટિક્સ સેક્ટરમાં મોટા પાયે સુધારો કરી રહી છે.
આમાં પુરવઠા શૃંખલાની સ્થિતિસ્થાપકતાને સુધારવા અને ઉત્પાદનને વેગ આપવાના હેતુથી અન્ય બે કાર્યક્રમોનો સમાવેશ થાય છે.વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યાપ્રમાણે
મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સ્પર્ધા વધારવા માટે ભારતના લોજિસ્ટિક્સ સેક્ટરનો વિકાસ મહત્વપૂર્ણ છે.