ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 27, 2024 11:05 એ એમ (AM)

printer

કેન્દ્ર સરકારે 2027 સુધીમાં ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનો સંકલ્પ લીધો

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે, કેન્દ્ર સરકારે 2027 સુધીમાં ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનો સંકલ્પ લીધો છે અને આ અભિયાનમાં સહકાર મંત્રાલય મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ગઇકાલે નવી દિલ્હીમાં નેશનલ કોન્ફેડરેશન ઓફ સ્ટેટ કોઓપરેટિવ બેંક્સની ડાયમંડ જ્યુબિલી ઉજવણીમાં બોલતા શ્રી શાહે કહ્યું કે, સરકાર એવો વિકાસ ઈચ્છે છે જેમાં દેશના દરેક નાગરિકનો સમાવેશ થાય. તેમણે કહ્યું કે, આ વિકાસ યાત્રામાં સહકારી સંસ્થાઓની ભાગીદારી મહત્વપૂર્ણ છે.
શ્રી શાહે જણાવ્યું હતું કે, પ્રાથમિક કૃષિ સહકારી ધિરાણ મંડળીઓ, જિલ્લા સહકારી બેંકો અને રાજ્ય સહકારી બેંકોના ત્રિ-સ્તરીય માળખાએ દેશના ખેડૂતો અને ગામડાઓની પ્રગતિમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું કે, ભારતમાં સહકારી ક્ષેત્રમાં વિશ્વને માર્ગદર્શન આપવાની ક્ષમતા છે. શ્રી શાહે કહ્યું કે, આજે ડેરી, ઇફ્કો, અર્બન કોઓપરેટિવ બેંક અને ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક જેવી ભારતીય સહકારી બ્રાન્ડ્સ વૈશ્વિક સ્તરે ટોચની બ્રાન્ડ બનવા માટે તૈયાર છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.