કેન્દ્ર સરકારે 15 રાજ્યો માટે આપત્તિશમન અને ક્ષમતા નિર્માણ પરિયોજના માટે એક હજાર 115 કરોડ રૂપિયાથી વધુની મંજૂરી આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિએ આ ભંડોળને મંજૂરી આપી છે. સમિતિએ ઉત્તર-પૂર્વના 8 રાજ્યો માટે 378 કરોડ રૂપિયા, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ માટે 139 કરોડ રૂપિયા, મહારાષ્ટ્ર માટે 100 કરોડ રૂપિયા, કર્ણાટક અને કેરળ માટે 72 કરોડ રૂપિયા તેમજ તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ માટે 50 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
આ સમિતિએ નાગરિક સંરક્ષણની તાલીમ અને ક્ષમતા નિર્માણ માટેના બીજી પરિયોજનાને પણ મંજૂરી આપી છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આપત્તિ પ્રતિરોધક ભારતના લક્ષ્યને સાકાર કરવા મંત્રાલયે દેશમાં આપત્તિના અસરકારક સંચાલનને સુનિશ્ચિત કરવા ઘણી પહેલ કરી છે. દેશમાં આપત્તિ જોખમ ઘટાડવાની પ્રણાલીને મજબૂત કરી આપત્તિઓ દરમિયાન જીવન અને સંપત્તિને કોઈ પણ વ્યાપક નુકસાનને રોકવા માટે સંખ્યાબંધ પગલાં લેવાયા છે.
Site Admin | નવેમ્બર 26, 2024 3:52 પી એમ(PM)
કેન્દ્ર સરકારે 15 રાજ્યો માટે આપત્તિશમન અને ક્ષમતા નિર્માણ પરિયોજના માટે એક હજાર 115 કરોડ રૂપિયાથી વધુની મંજૂરી આપી
