કેન્દ્ર સરકારે સ્માર્ટ સીટી મિશન હેઠળ દેશભરમાં આશરે એક લાખ 47 હજાર કરોડ રૂપિયાના ખર્ચે સાત હજાર 352 પ્રોજેકટ પૂર્ણ કર્યા છે. કેન્દ્રિય શહેરી બાબતોના રાજયમંત્રી તોખાન સાહુએ આજે લોકસભામાં જણાવ્યું હતું કે, 100 પૈકી 13 શહેરોએ આ યોજના હેઠળ બધા જ પ્રોજેક્ટો પૂર્ણ કર્યા છે. જ્યારે 48 શહેરોએ 90 ટકાથી વધુ પ્રોજેક્ટો પૂર્ણ કર્યા છે.
બીજા પ્રશ્નના જવાબમાં શ્રી સાહુએ જણાવ્યું હતું કે, સ્માર્ટ સીટી મિશન હેઠળ દેશભરમાં 8 હજાર 66 પ્રોજેક્ટો માટે 1 લાખ 64 હજાર કરોડના વર્કઓર્ડર અપાયા છે.
Site Admin | નવેમ્બર 28, 2024 7:56 પી એમ(PM)
કેન્દ્ર સરકારે સ્માર્ટ સીટી મિશન હેઠળ દેશભરમાં આશરે એક લાખ 47 હજાર કરોડ રૂપિયાના ખર્ચે સાત હજાર 352 પ્રોજેકટ પૂર્ણ કર્યા
