જૂન 10, 2025 8:58 એ એમ (AM)

printer

કેન્દ્ર સરકારે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે નીતિગત છૂટછાટોની જાહેરાત કરી

કેન્દ્ર સરકારે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે નીતિગત છૂટછાટોની જાહેરાત કરી છે. આનો ઉદ્દેશ્ય ઉચ્ચ ટેકનોલોજી ઉત્પાદન, ખાસ કરીને સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક ઘટકોને પ્રોત્સાહન આપવાનો છે. આ સુધારાઓ રોકાણોને આકર્ષિત કરશે, નિયમનકારી અવરોધો ઘટાડશે અને વૈશ્વિક સેમિકન્ડક્ટર મૂલ્ય શૃંખલામાં ભારતનું સ્થાન મજબૂત બનાવશે.સ્પેશિયલ ઇકોનોમિક ઝોન રેગ્યુલેશન્સ, 2006ના નિયમ પાંચમાં સુધારો સેમિકન્ડક્ટર અથવા ઇલેક્ટ્રોનિક ઘટક ઉત્પાદન માટે લઘુત્તમ જમીનની જરૂરિયાત 50 હેક્ટરથી ઘટાડીને 10 હેક્ટર કરશે. નિયમ સાતમાં સુધારો કેન્દ્ર અથવા રાજ્ય સરકારો અથવા તેમની અધિકૃત એજન્સીઓને ગીરે મૂકેલી અથવા ભાડે આપેલી જમીન સંબંધિત નિયમોને હળવા બનાવે છે. સરકારે નિયમ 53માં પણ સુધારો કર્યો છે. નિયમ 18માં મહત્વપૂર્ણ સુધારો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એકમોને લાગુ ડ્યુટી ચૂકવ્યા પછી સ્થાનિક ડ્યુટી ઝોનમાં માલ વેચવાની મંજૂરી આપે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.