કેન્દ્ર સરકારે રાષ્ટ્રિય સ્વચ્છ વાયુ કાર્યક્રમ- NCAP હેઠળ હાથ ધરેલા પ્રયાસોના કારણે 130 શહેરો પૈકી 97 શહેરોની હવાની ગુણવત્તામાં સુધારો નોંધાયો છે. પર્યાવરણ રાજયમંત્રી કિર્તીવર્ધનસિંહે આજે રાજયસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, વર્ષ 2017-18ની સરખામણીએ 55 શહેરોમાં વર્ષ 2023-24માં હવાના પ્રદૂષણમાં આશરે 20 ટકાનો ઘટાડો નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે, દેશના 130 શહેરોમાં હવાની ગુણવત્તા સુધારવાના હેતુથી વર્ષ 2019માં રાષ્ટ્રીય સ્વચ્છ વાયુ કાર્યક્રમ શરૂ કરાયો છે. આ કાર્યક્રમ હેઠળ વર્ષ 2019થી 2026ના સમયગાળા માટે 16 હજાર 539 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
Site Admin | નવેમ્બર 28, 2024 8:04 પી એમ(PM) | કેન્દ્ર સરકારે રાષ્ટ્રિય સ્વચ્છ વાયુ કાર્યક્રમ
કેન્દ્ર સરકારે રાષ્ટ્રિય સ્વચ્છ વાયુ કાર્યક્રમ- NCAP હેઠળ હાથ ધરેલા પ્રયાસોના કારણે 130 શહેરો પૈકી 97 શહેરોની હવાની ગુણવત્તામાં સુધારો નોંધાયો છે
