કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આગામી ખરીફ ઋતુ દરમિયાન ઘઉં અને ડાંગરની ખરીદી મહત્તમ કરવા માટે સક્રિય અભિગમ અપનાવવા વિનંતી કરી છે.
ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના સચિવની અધ્યક્ષતામાં અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ખાદ્ય સચિવો સાથે મળેલી બેઠક દરમિયાન આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. હવામાન આગાહી, ઉત્પાદન અંદાજ અને ખરીદી કામગીરી માટે રાજ્યોની તૈયારી જેવા ખરીદીને અસર કરતા વિવિધ પરિબળોની બેઠક દરમિયાન સમીક્ષા કરવામાં આવી હતી.ચર્ચા-વિચારણા પછી, આગામી રવિ સિઝન 2025-26 દરમિયાન ઘઉંની ખરીદીનો અંદાજ 310 લાખ મેટ્રિક ટન નક્કી કરવામાં આવ્યો છે. તેવી જ રીતે, ખરીફ ઋતુ 2024-25 દરમિયાન ડાંગરની ખરીદીનો અંદાજ 70 લાખ મેટ્રિક ટન નક્કી કરવામાં આવ્યો છે.
Site Admin | માર્ચ 1, 2025 9:28 એ એમ (AM)
કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ખરીફ ઋતુ દરમિયાન ઘઉં અને ડાંગરની ખરીદી મહત્તમ કરવા અનુરોધ કર્યો.