કેન્દ્ર સરકારે રાજ્યના ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને મજબૂત બનાવવા 522 કરોડ રૂપિયાથી વધુનું અનુદાન જાહેર કર્યું છે. 15-મા નાણાપંચમાંથી રાજ્યની 38 જિલ્લા પંચાયત, 247 પાત્ર ઘટક પંચાયત અને 14 હજાર 547 પાત્ર ગ્રામ પંચાયતને આ અનુદાન અપાશે.
પંચાયતીરાજ મંત્રાલય અને જળશક્તિ મંત્રાલયના પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ દ્વારા રાજ્યોને પંચાયતીરાજ સંસ્થાઓ – PRI અને ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓ – RLB માટે અનુદાન ફાળવવાની ભલામણ કરે છે. ત્યારબાદ નાણા મંત્રાલય દ્વારા અનુદાનની ભલામણ થાય છે અને નાણાકીય વર્ષમાં બે હપ્તામાં આ અનુદાન જાહેર કરાય છે. આ સંસ્થાઓ દ્વારા બંધારણની 11-મી અનુસૂચિમાં સમાવિષ્ટ 29 વિષય હેઠળ સ્થાન-વિશિષ્ટ જરૂરિયાતો માટે છૂટા અનુદાનનો ઉપયોગ કરાશે. તેમાં પગાર અને અન્ય સ્થાપના ખર્ચનો સમાવેશ થતો નથી.
Site Admin | ઓક્ટોબર 21, 2025 7:13 પી એમ(PM)
કેન્દ્ર સરકારે રાજ્યની ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને મજબૂત બનાવવા 522 કરોડ રૂપિયાથી વધુનું અનુદાન જાહેર કર્યું