ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 21, 2024 11:33 એ એમ (AM)

printer

કેન્દ્ર સરકારે મીડિયા અને મનોરંજન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા અને તેની વૈશ્વિક અસરને વધારવા માટે પ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ-WAVESનું આયોજન કર્યું

કેન્દ્ર સરકારે મીડિયા અને મનોરંજન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા અને તેની વૈશ્વિક અસરને વધારવા માટે પ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ-WAVESનું આયોજન કર્યું છે. WAVES અંગે યુવાનોમાં જાગૃતિ લાવવા ગઈ કાલે પત્ર સૂચના કાર્યાલય-PIB અને કેન્દ્રીય સંચાર બ્યૂરો-CBC, અમદાવાદ દ્વારા ગાંધીનગર સ્થિત ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી (DA-IICT) ખાતે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં દૂરદર્શન સમાચારના ઉપ નિયામક ઉત્સવ પરમાર અને પીઆઇબીના ઉપ નિયામક આરોહી પટેલે વિદ્યાર્થીઓને WAVES અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી. કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય સંચાર બ્યૂરો, અમદાવાદ દ્વારા પ્રદર્શન પણ રજૂ કરવામાં આવ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.