સરકારે માર્કેટિંગ સિઝન 2025-26 માટે કાચા શણનું લઘુત્તમ સમર્થન મૂલ્ય- MSP વધારવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં મંત્રીમંડળના નિર્ણયો અંગે માધ્યમોને માહિતી આપતા જણાવ્યું કે, કાચા શણ માટે પ્રતિ ક્વિન્ટલ 5 હજાર 650 રૂપિયાની MSP અપાશે, જે ગઈ માર્કેટિંગ સત્ર 2024-25ની સરખામણીએ 315 રૂપિયા વધુ છે. તેમણે કહ્યું, આનાથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે શણના ઉદ્યોગ પર નિર્ભર એવા 40 લાખ પરિવારને મદદ મળશે. શ્રી ગોયલે જણાવ્યું, મંત્રીમંડળે રાષ્ટ્રીય આરોગ્ય અભિયાન અંતર્ગત થયેલા કામની પણ સમીક્ષા કરી હતી.
Site Admin | જાન્યુઆરી 23, 2025 9:28 એ એમ (AM)
કેન્દ્ર સરકારે માર્કેટિંગ સિઝન 2025-26 માટે કાચા શણનું લઘુત્તમ સમર્થન મૂલ્ય- MSP વધારવાનો નિર્ણય કર્યો
