કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ સૈનિક ફાળો આપતી આરોગ્ય યોજના-ECHS ના વિસ્તરણને મંજૂરી આપી છે. આ યોજનાથી તબીબી કારણોસર અથવા લશ્કરી તાલીમ દરમિયાન ઈજાને કારણે લશ્કરી સેવા માટે અયોગ્ય જાહેર કરવામાં આવેલ ઓફિસર કેડરના કેડેટ્સને ફાયદો થશે. મંત્રાલયે સશસ્ત્ર દળોના ગૌરવ અને ભૂતપૂર્વ સૈનિકોની સુખાકારી માટે આ પગલું ભર્યું છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે આ સુવિધા તાલીમ પૂર્ણ થયા પહેલા તબીબી કારણોસર કાઢી મૂકવામાં આવેલા કેડેટ્સ પર લાગુ થશે.
ઉલ્લેખનીય છે કે ECHS 2003 માં ભૂતપૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે શરૂ કરવામાં આવ્યું હતું જે સશસ્ત્ર દળોના તબીબી માળખા અને દેશભરમાં ખાનગી પેનલ્ડ અથવા સરકારી હોસ્પિટલો દ્વારા સંચાલિત થાય છે.
Site Admin | ઓગસ્ટ 29, 2025 7:46 પી એમ(PM)
કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ સૈનિક ફાળો આપતી આરોગ્ય યોજના-ECHS ના વિસ્તરણને મંજૂરી આપી.
