કેન્દ્ર સરકારે F.C.I. એટલે કે, ભારતીય ખાદ્ય નિગમ માટે 10 હજાર 700 કરોડ રૂપિયાના ઇક્વિટીના રોકાણને મંજૂરી આપી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નવી દિલ્હીમાં કહ્યું કે, ‘આ ભારતીય ખાદ્ય નિગમની સંચાલન સેવાઓને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્વનું પગલું છે.’
આ રોકાણથી સરકારપર વ્યાજ અને સબસિડી એટલે કે, નાણાકીય મદદનું ભારણ ઘટશે. ભારતીય ખાદ્ય નિગમ ન્યૂનતમ ટેકાના ભાવ પર અનાજની ખરીદી, સંગ્રહ અને બજારમાં ખાદ્ય ઉત્પાદનોના સ્થિર ભાવ જાળવીને ખાદ્ય સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
Site Admin | નવેમ્બર 6, 2024 7:37 પી એમ(PM)
કેન્દ્ર સરકારે ભારતીય ખાદ્ય નિગમ માટે 10 હજાર 700 કરોડ રૂપિયાના ઇક્વિટીના રોકાણને મંજૂરી આપી
