ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 10, 2025 7:50 પી એમ(PM)

printer

કેન્દ્ર સરકારે પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત રાજ્યો માટે એક હજાર 66 કરોડ રૂપિયાથી વધુની સહાય મંજૂર કરી

કેન્દ્ર સરકારે પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત રાજ્યો આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, કેરળ અને ઉત્તરાખંડ માટે એક હજાર 66 કરોડ રૂપિયાથી વધુની સહાય મંજૂર કરી છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આસામ માટે 375 કરોડ રૂપિયાથી વધુ, મણિપુરને 29 કરોડ રૂપિયાથી વધુ, મેઘાલયને 30 કરોડ રૂપિયાથી વધુ, મિઝોરમને 22 કરોડ રૂપિયાથી વધુ, કેરળને 153 કરોડ રૂપિયાથી વધુ અને ઉત્તરાખંડને 455 કરોડ રૂપિયાથી વધુની સહાય મંજૂર કરવામાં આવી છે.
દક્ષિણ-પશ્ચિમ ચોમાસા દરમિયાન ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે આ રાજ્યો પ્રભાવિત થયા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, સરકાર પૂર, ભૂસ્ખલન, વાદળ ફાટવાથી પ્રભાવિત રાજ્યોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આ વર્ષે, કેન્દ્ર એ 14 રાજ્યોને રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળમાંથી છ હજાર 166 કરોડ રૂપિયા અને રાષ્ટ્રીય આપત્તિ નિવારણ ભંડોળમાંથી 12 રાજ્યોને એક હજાર 988 કરોડ રૂપિયાથી વધુ રકમ અગાઉથી જ જાહેર કરી દીધી છે. આ ઉપરાંત, રાજ્ય આપત્તિ નિવારણ ભંડોળમાંથી પાંચ રાજ્યોને 726 કરોડ રૂપિયાથી વધુ રકમ જાહેર કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ