માર્ચ 1, 2025 2:00 પી એમ(PM)

printer

કેન્દ્ર સરકારે પાસપોર્ટ સંબંધિત નિયમોમાં સુધારો કર્યો

કેન્દ્ર સરકારે પાસપોર્ટ સંબંધિત નિયમોમાં સુધારો કર્યો છે. નવા નિયમો મુજબ, 1 ઓક્ટોબર, 2023 ના રોજ અથવા તે પછી જન્મેલા પાસપોર્ટ અરજદારો માટે, યોગ્ય અધિકારીઓ દ્વારા જારી કરાયેલ જન્મ પ્રમાણપત્ર જ જન્મ તારીખનો એકમાત્ર પુરાવો માન્ય રહેશે. પાસપોર્ટ નિયમો-1980માં સુધારો જારી કરવા માટે એક સત્તાવાર સૂચના જારી કરવામાં આવી છે.
નવા નિયમો અનુસાર, જન્મ અને મૃત્યુ નોંધણી અધિકારી, મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ, 1969 હેઠળ અન્ય કોઈપણ સત્તાધિકારી દ્વારા જારી કરાયેલ જન્મ પ્રમાણપત્ર, 1 ઓક્ટોબર, 2023 ના રોજ અથવા તે પછી જન્મેલા વ્યક્તિઓ માટે જન્મ તારીખના પુરાવા તરીકે સ્વીકારવામાં આવશે. અન્ય અરજદારો જન્મ તારીખના પુરાવા તરીકે ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જેવા અન્ય વૈકલ્પિક દસ્તાવેજો સબમિટ કરી શકે છે.