કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પૂર વ્યવસ્થાપન અને નદી સફાઈ અંગે ભેદભાવના આરોપને ફગાવી દીધો છે. જળ શક્તિ મંત્રાલયે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે ભારત અગાઉથી જ સરહદ પાર નદીના મુદ્દાઓ પર ભૂટાન સાથે કામ કરી રહ્યું છે અને પૂર વ્યવસ્થાપન કાર્યક્રમો હેઠળ રાજ્યને એક હજાર બસો 90 કરોડ રૂપિયાથી વધુની રકમ જારી કરી છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે, ગંગા એક્શન પ્લાન અને નમામી ગંગે કાર્યક્રમ હેઠળ, પશ્ચિમ બંગાળમાં કુલ પાંચ હજાર છસો કરોડ રૂપિયાથી વધુના 62 પ્રોજેક્ટ અને હસ્તક્ષેપો હાથ ધરવામાં આવ્યા છે. આ ઉપરાંત, પશ્ચિમ બંગાળમાં નદીના કાયાકલ્પ માટે એક મોટો સિંગલ પ્રોજેક્ટ, કોલકાતામાં ટોલી નાળાના કાયાકલ્પને મંજૂરી આપવામાં આવી છે
Site Admin | ઓક્ટોબર 7, 2025 2:53 પી એમ(PM)
કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પૂર વ્યવસ્થાપન અને નદી સફાઈ અંગે ભેદભાવના આરોપને ફગાવ્યો