કેન્દ્ર સરકારે પંજાબ, ઉત્તરાખંડ અને છત્તીસગઢમાં ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓ માટે પંદરમા નાણા પંચની ગ્રાન્ટમાંથી 562 કરોડ રૂપિયાથી વધુની ગ્રાન્ટ ફાળવી છે. પંચાયતી રાજ મંત્રાલયે જણાવ્યું કે પંચાયતી રાજ સંસ્થાઓઅને ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને આપવામાં આવતી આ ગ્રાન્ટ લોકશાહીને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. મંત્રાલયે જણાવ્યું કે ગ્રામીણ શાસનને મજબૂત બનાવવા માટે 2024-25 દરમિયાન પંજાબને 225 કરોડ રૂપિયાથી વધુ, છત્તીસગઢને 244 કરોડ રૂપિયાથી વધુ અને ઉત્તરાખંડને 93 કરોડ રૂપિયાથી વધુ રકમ મળી છે.
Site Admin | ફેબ્રુવારી 18, 2025 6:29 પી એમ(PM) | કેન્દ્ર સરકારે
કેન્દ્ર સરકારે પંજાબ, ઉત્તરાખંડ અને છત્તીસગઢમાં ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓ માટે પંદરમા નાણા પંચની ગ્રાન્ટમાંથી 562 કરોડ રૂપિયાથી વધુની ગ્રાન્ટ ફાળવી