જાન્યુઆરી 18, 2026 3:23 પી એમ(PM)

printer

કેન્દ્ર સરકારે પંજાબમાં સરહદ સુરક્ષા વાડને આંતરરાષ્ટ્રીય સરહદની નજીક ખસેડવા સૈદ્ધાંતિક મંજૂરી આપી.

કેન્દ્ર સરકારે પંજાબમાં સરહદ સુરક્ષા વાડને આંતરરાષ્ટ્રીય સરહદની નજીક ખસેડવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
આનાથી હાલમાં વાડની બહાર આવતી હજારો એકર ખેતીની જમીનમાં અવરોધ વિના ખેતીનો માર્ગ મોકળો થશે, જેનાથી પંજાબના સરહદી પટ્ટાના ખેડૂતોને મોટી રાહત મળશે. હાલમાં, સરહદ પર તેમની હજારો એકર જમીન ખેડતા સેંકડો ખેડૂતોને સુરક્ષા કારણોસર સરહદ સુરક્ષા દળ -BSFની કડક દેખરેખ હેઠળ મર્યાદિત સમય માટે વાડ પાર કરવી પડે છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગઈકાલે આ મુદ્દે ચર્ચા કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા.