કેન્દ્ર સરકારે ધોરણ 5 અને 8ની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં બઢતી આપવાની નીતિ રદ કરી છે. શિક્ષણ સચિવ સંજય કુમારેપત્રકારોને જણાવ્યું હતું કે, ધોરણ 5 અને 8 ની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓનેબે મહિનામાં ફરીથી પરીક્ષા આપવાની તક મળશે. જો તેઓ પુનઃપરીક્ષા પછી ફરીથી નાપાસ થશે, તો તેમને આગલા વર્ગમાં બઢતી આપવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, આ વિદ્યાર્થીઓનું પ્રાથમિક શિક્ષણ પૂરું નથાય ત્યાં સુધી શાળામાંથી કાઢી મૂકવામાં આવશે નહીં. સચિવે કહ્યું કે, બાળકોના ભણતરનાપરિણામોને સુધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Site Admin | ડિસેમ્બર 23, 2024 7:00 પી એમ(PM)
કેન્દ્ર સરકારે ધોરણ 5 અને 8ની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં બઢતી આપવાની નીતિ રદ કરી છે
