ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 24, 2025 9:34 એ એમ (AM)

printer

કેન્દ્ર સરકારે તમામ રાજ્યમાં આકાશવાણી અને દૂરદર્શન કેન્દ્રોના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે પગલાં લીધા

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગને કહ્યું, સરકારે તમામ રાજ્યોમાં આકાશવાણી અને દૂરદર્શન કેન્દ્રોના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે પગલાં લીધા છે.લોકસભામાં એક લેખિત જવાબમાં ડૉ. મુરુગને જણાવ્યું હતું કે, કેન્દ્રોને સેન્ટ્રલ સેક્ટર સ્કીમ-બ્રોડકાસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક ડેવલપમેન્ટ હેઠળ અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. આમાં બિહાર સહિત દેશભરમાં મોટા અપગ્રેડનો સમાવેશ થાય છે, જેથી જાહેર પ્રસારણને મજબૂત બનાવી શકાય.તેમણે માહિતી આપી કે, 2021-2026ના સમયગાળા માટે કુલ બે હજાર 539 કરોડ રૂપિયાથી વધુના ખર્ચ સાથે આ યોજનાને મંજૂરી આપવામાં આવી છે.ડૉ. મુરુગને કહ્યું, આ યોજનાનું ધ્યાન પ્રસારણ સાધનોના ડિજિટલાઇઝેશન અને આધુનિકીકરણ અને જૂની પદ્ધતિઓને બદલવા પર છે. ડૉ. મુરુગને ઉમેર્યું કે, સરકારે બિહારમાં પ્રસારણ માળખાના આધુનિકીકરણ માટે વિવિધ પ્રોજેક્ટ્સને પણ મંજૂરી આપી છે.