જાન્યુઆરી 21, 2026 10:03 એ એમ (AM)

printer

કેન્દ્ર સરકારે ટોલ પ્લાઝા પર ઉપયોગકર્તા ફી ચુકવણીને મજબૂત બનાવવા કેન્દ્રીય મોટર વ્હીકલ નિયમો, 2026ને સૂચિત કર્યા

કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટોલ પ્લાઝા પર ઉપયોગકર્તા ફી ચુકવણીને મજબૂત બનાવવા માટે કેન્દ્રીય મોટર વ્હીકલ (બીજો સુધારો) નિયમો, 2026ને સૂચિત કર્યા છે. આ સુધારાઓનો ઉદ્દેશ્ય ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શનની કાર્યક્ષમતા વધારવા અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ઉપયોગકર્તા ફી ચોરીને રોકવાનો છે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે જણાવ્યું કે, આ સુધારાઓ NHAIને દેશભરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્કના સતત વિકાસ અને જાળવણી માટે પારદર્શક અને ટેકનોલોજી-આધારિત ટોલિંગ સિસ્ટમ્સને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે. આ નિયમોની જોગવાઈઓ અનુસાર, એક રાજ્યથી બીજા રાજ્યમાં વાહન ટ્રાન્સફર માટે જ્યાં સુધી વપરાશકર્તા ફી ચૂકવવામાં ન આવે ત્યાં સુધી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ, NOC, આપવામાં આવશે નહીં.