કેન્દ્ર સરકારે જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી પુરસ્કારો માટેની યોજના, 2025 ને મંજૂરી આપી છે. કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયે જણાવ્યું હતું કે આ પુરસ્કારોનો હેતુ દેશભરના સનદી સેવકોના યોગદાનને ઓળખવાનો છે. તેમણે ઉમેર્યું કે પીએમ પુરસ્કારોમાં ટ્રોફી, પ્રશસ્તિ પત્ર અને 20 લાખ રૂપિયાની પ્રોત્સાહન રકમ હશે. જેનો ઉપયોગ પ્રોજેક્ટ્સના અમલીકરણ અથવા જાહેર કલ્યાણના કોઈપણ ક્ષેત્રમાં સંસાધનોના અંતરને દૂર કરવા માટે કરાશે. મંત્રાલયે માહિતી આપી હતી કે આ યોજના હેઠળ 2 હજાર 35 નામાંકન પ્રાપ્ત થયા છે. આ પુરસ્કારો આગામી વર્ષે 21 એપ્રિલે નવી દિલ્હીમાં સનદી સેવા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી દ્વારા એનાયત કરાશે.
Site Admin | ડિસેમ્બર 1, 2025 8:03 પી એમ(PM)
કેન્દ્ર સરકારે જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી પુરસ્કારો માટેની યોજના, 2025 ને મંજૂરી આપી